પાણીમાં મજૂરોના ઝુંપડા તણાયા વાંકાનેર : તાલુકામાં ભારે વરસાદને લઈને ઠેર ઠેરથી તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે મચ્છુ નદીમાં ઘોડાપુર આવતા ગારીયા ગામમાં પાણી ભરાયા છે. પુલના બાંધકામ માટે બહારથી આવેલા મજૂરોના ઝુંપડા પાણીમાં તણાઈ જતા શ્રમિકો નોંધારા બન્યા છે. લુણસર ગામે વરસાદી પાણીએ ભારે તારાજી સર્જી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિમાં તંત્ર વામણું પુરવાર થઈ રહ્યું છે. મોરબી : વરસાદની સ્થિતિ, ફોટા, વિડિઓ..જુઓ મોરબી અપડેટના ફેસબુક પેઈજ પર.. મોરબી અપડેટના ફેસબુક પેઈજ પર જુઓ મોરબી જિલ્લામાં આજના વરસાદમાં વિવિધ વિસ્તારોની સ્થિતિ, ફોટો અને વિડિઓ..જુઓ..માત્ર મોરબી અપડેટના ફેસબુક પેઇજ પર.. #MorbiUpdate https://www.facebook.com/morbiupdate/