માળીયા મિયાણા કન્યાશાળામાં બપોરના સમયે બનેલી ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નહિ મોરબી : માળીયાની કન્યા શાળામાં બનાવેલો વર્ષો જૂનો ભોંય ટાકાની છતનો ભાગ આજે તૂટી પડયો હતો. એ સાથે આ શાળાના સાતથી આઠ વિધાર્થીનિઓ ભોંય ટાંકામાં ખાબકી હતી. પણ સદનસીબે આ વિધાર્થીનીઓના બાલ બાલ બચ્યા હતા. જો કે કન્યાશાળામાં બપોરના સમયે બનેલી ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન થતા રાહત થઈ છે. પણ જર્જરિત ટાંકોને કારણે બનેલી ઘટના લાલબત્તી સમાન છે. આ દુર્ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા મિયાણામાં આવેલી કન્યા શાળામાં બોપરે રીસેસનો સમયે નાની વિદ્યાર્થીનીઓ શાળાના પટાગણમાં આવેલા ભોંય ટાંકોની છત પર બેસી મધ્યાહન ભોજન કરતા હતા તે સમયે અચાનક આ ભોંય ટાંકાનો છતનો ભાગ ધારાશાયી થયો હતો. એ સાથે સાતથી આઠ વિધાર્થીનીઓ ભોંય ટાંકામાં પડી ગઈ હતી. પણ સદનસીબે જાનહાની થઈ નથી. ભોંય ટાકાનો સ્લેબ તૂટી જવાની ઘટનામાં કોઈ જ જાનહાનિ ન થતા શાળા તેમજ તંત્રએ રાહત અનુભવી હતી. આ આ બનાવને પગલે જિલ્લા શિક્ષણાધિકારી સોલંકી અને પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સમગ્ર ઘટના કેવી રીતે બની તેનું નિરીક્ષણ કર્યું હતું. આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે ભોંય ટાંકો બહુ જ જૂનો હતો અને તેમાં અડધો કચેરો ભરેલો હતો. સદનસીબે વિદ્યાર્થીઓને ઇજા થઇ નથી અને હાલ તપાસ ચાલુ છે.