મોરબી : મોરબીના બગથળા કન્યા શાળામાં સંજય ઉર્ફે રામાભાઈ રામાનુજ દ્વારા સ્વર્ગસ્થ પિતા દલપતભાઈ રામાનુજની 12મી પુણ્યતિથિ નિમિત્તે લંચ બોક્સનું વિતરણ કર્યું હતું. શાળાની તમામ વિદ્યાર્થિનીઓને દાતા તરફથી લંચ બોક્સ મળતા તમામે ખુશી વ્યક્ત કરી હતી. આ તકે શાળા પરિવાર દ્વારા દાતા રામભાઈનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.