હળવદને અડિને આવેલા ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામમાં લમ્પી વાયરસ થી પશુઓના ટપોટપ મોત થી માલધારી ચિંતિત હળવદ : ગરમીને કારણે પશુઓમાં દેખાતા લમ્પી વાયરસની હળવદમાં એન્ટ્રી થઈ છે. હળવદ શહેરના રામવિલા સોસાયટીમાં આવેલ ગૌશાળામાં એક ગૌવંશ લમ્પી વાયરસનો ભોગ બની હોવાનું બહાર આવતા પશુપાલન વિભાગમાં દોડધામ મચી ગઇ છે. આમ પણ આ વાયરસને પગલે પશુપાલન વિભાગ સાબદુ છે અને ઘટના સ્થળે દોડી જઈને પશુ ડોક્ટરની ટીમે આ વાયરસનો ભોગ બનેલી ગાયનું તેમજ અન્ય ગૌવંશનું રસીકરણ કર્યું હતું. હળવદશયના રાણપુર રોડ પર આવેલ રામલીલા સોસાયટીની એક ગૌશાળામાં એક ગૌમાતા લમ્પી વાયરસનો શિકાર બની હોવાની હળવદ પશુપાલન વિભાગને ફરિયાદી મળતા આ ચેપી વાયરસની ગંભીરતાને ધ્યાને લઈને પશુપાલન તુરત હરક્તમાં આવ્યું હતું અને પશુ પાલનના વિભાગના ડો.વિશાલ એરવાડીયા સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ડોક્ટરની ટીમે અંદાજિત ૨૦ જેટલી ગાયનું નિદાન કર્યું હતું. જેમાં એક ગાય લમ્પી વાયરસનો ભોગ બની હોવાનું બહાર આવ્યું હતું. આથી પશુ ડોક્ટરની ટીમે આ તમામ ગાયોનું રસીકરણ કરીને ગંભીર વાયરસ સામે સુરક્ષિત કરી હતી. વધુમાં પશુપાલન વિભાગે જણાવ્યું હતું કે, ગાયોમા આવા વાયરસને લઈને પશુપાલન વિભાગ એલર્ટ છે અને આ વાયરસને પહોંચી વળવા પશુપાલન વિભાગ સક્ષમ છે. પશુપાલન વિભાગ પાસે રસીનો પૂરતો સ્ટોક છે અને જ્યાં પણ આવા ગાયોમાં વાયરસ દેખાઈ ત્યાં તરતજ પશુપાલનની ટીમ દોડી જઈને રસીકરણ કરી રહ્યું છે. હાલ હળવદમાં એક જ આ પ્રકારનો કેસ જોવા મળ્યા છે અને ગરમીને કારણે પશુઓમાં શરીર ઉપર ફોડકા દેખાતા હોવાનું અને આવા વાયરસ ફેલાતો હોવાનું જણાવ્યું હતું.