મોરબી : કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે મનુષ્યની સાથે અબોલ પક્ષીઓને પણ પીવાના પાણી અને આશ્રયની વિશેષ જરૂર પડતી હોય છે. 'જરા વિચારો, તમને જો આવી ગરમીમાં એક દિવસ પાણી ન મળે તો...?' આ જ સંવેદનશીલ વિચાર સાથે મોરબીના લક્કી ગ્રુપ દ્વારા પક્ષીઓના જીવ બચાવવા અને તેમના સંરક્ષણ માટે એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે.આગામી તારીખ ૨૦ માર્ચના રોજ 'વિશ્વ ચકલી દિન' નિમિત્તે મોરબીના સામાકાંઠે વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે સવારે ૯:૦૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી વિનામૂલ્યે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવશે. પર્યાવરણ અને પક્ષી પ્રેમીઓને આ સેવાનો લાભ લઈ પોતાના ઘરે માળા બાંધી પક્ષીઓને આશ્રય આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત, સંસ્થા દ્વારા ચકલીના માળા આખું વર્ષ (૧૨ માસ) સુધી ગોપાલ સોસાયટી, ગોમતી નિવાસ, દ્રષ્ટિ ઓપ્ટીકલ, મોરબી-૨ ખાતેથી તદ્દન ફ્રીમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.આ સેવાકાર્ય અંગે વધુ માહિતી માટે નીચે આપેલા નંબરો પર સંપર્ક કરી શકાશે: વધુ માહિતી માટે મોહિતભાઈ એમ. ઘોડાસરા - ૯૭૧૨૯ ૦૩૨૦૨, ગજેન્દ્રસિંહ પી. રાઠોડ - ૯૫૧૨૨ ૪૧૮૧૮ અને જયપાલસિંહ જે. જાદવ - ૯૦૯૯૧ ૧૪૪૩૪નો સંપર્ક કરવા જણાવાયું છે.#Morbi #MorbiUpdate #WorldSparrowDay #SaveBirds #ChakliGroup #BirdConservation #MorbiNews #Samakanthe