મોરબી : ઘર આંગણાનું પક્ષી એવા ચકલીને બચાવવાના આશય સાથે દર વર્ષે 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આવતીકાલે તારીખ 20 માર્ચ ને બુધવારના રોજ મોરબીમાં લક્કી ગ્રુપ દ્વારા ચકલીના માળાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે.મોરબીના લક્કી ગ્રુપના મોહિતભાઈ ઘોડાસરા, જયપાલભાઈ જાદવ, ગજેન્દ્રભાઈ રાઠોડ, પાર્થભાઈ વડસોલા દ્વારા ચકલી બચાવો ઝુંબેશ અંતર્ગત આવતીકાલે 20 માર્ચના રોજ સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી સામાકાંઠે હાઉસિંગ સર્કલ પાસે વિનામૂલ્યે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત ગોપાલ સોસાયટી, ગોમતી નિવાસ, દ્રષ્ટી ઓપ્ટીકલ ખાતે બારે માસ ચકલીના માળી વિનામૂલ્યે મળશે.મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..