બાયપાસ ઉપર સાદુળકા નજીક ઓવરબ્રિજ બબ્બેથી ત્રણ-ત્રણ ફૂટના ઊંડા ખાડા મોરબી : મોરબી - રાજકોટ - કંડલા બાયપાસ ઉપર સાદુળકા જવાના માર્ગ પાસે બબ્બેથી ત્રણ-ત્રણ ફૂટના મોતના કુવા જેવા ખાડા પડી ગયા છે અને આ ખાડામાં પાણી ભરેલું હોય અજાણ્યા વાહનચાલકો ખાબકી રહ્યા છે, છેલ્લા ચોવીસ કલાકમાં જ ત્રણ ટ્રક પલ્ટી મારી ગયા છે તો કેટલાક ટ્રક પલ્ટી મારતા માંડ બચ્યા હોવાનું સામે આવ્યું છે.મોરબીના સ્થાનિક નાગરિક કિશોરભાઈ રાઠોડના જણાવ્યા મુજબ મોરબી - રાજકોટ - કંડલા બાયપાસ હાલમાં અત્યંત જોખમી બની ગયો છે. ખાસ કરીને સાદુળકા જવાના માર્ગ પાસે ઓવરબ્રિજ નીચે બબ્બેથી ત્રણ-ત્રણ ફૂટના ખાડા પડી ગયા અને વરસાદના કારણે આ ખાડામાં પાણી ભરાયેલા હોવાથી અજાણ્યા વાહન ચાલકો પરિસ્થતિ પામી ન શકતા હોય ખાડામાં ખાબક્યા બાદ વાહનો સીધા જ પલ્ટી મારી જાય છે.વધુમાં તેમને જણાવ્યું હતું કે ગઈકાલે સવારથી રાત્રી સુધીમાં ત્રણ ટ્રક પલ્ટી મારી ગયા હતા આ ઉપરાંત અન્ય એક લાકડા ભરેલો ટ્રક પણ હાલમાં પલ્ટી ખાઈ ગયેલી હાલતમાં પડ્યો છે આ ઉપરાંત અન્ય એક આઇસર ટ્રક પણ પડું પડું હાલતમાં ખાડામાં ફસાઈ ગયો છે ત્યારે મોરબી રોડ અને બિલ્ડીંગ વિભાગ સત્વરે આ મોતના ખાડા બુરે તેવી લોક માંગ ઉઠી છે.