ફાયર બીગ્રેડ સહિતની ટીમની હાજરીમાં ક્રેઇનની મદદથી ગેસ ટેન્કરને ઉભું કરાયું મોરબી : મોરબીના મહેન્દ્રનગર અને ઘૂંટુ ગામ વચ્ચે ગતરાત્રે એલપીજી ગેસ ભરેલું ટેન્કર પલ્ટી મારી ગયું હતું. સદનસીબે ગેસ લીકેજ થવાની ઘટના બની ન હતી. આથી મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. જોકે આજે સાંજે ક્રેઇનની મદદથી ટેન્કરને ઉભું કરવામાં આવ્યું હતું. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મહેન્દ્રનગર અને ઘુટુ ગામ વચ્ચે હળવદ તરફ જતા રોડ ઉપર ગત મોડી રાત્રે એલજીપી ગેસ ભરેલું એક ટેન્કર પલ્ટી મારી ગયું હતું અને આ ટેન્કર રોડથી નીચે ઉતરી ગયું હતું. જોકે આજે સાંજે ક્રેઇનની મદદથી ટેન્કરને બહાર કાઢી લેવામાં આવ્યું હતું. સદનસીબે આ ટેન્કરમાંથી ગેસ લીકેજ થયો ન હતો. તેમ છતાં પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ફાયર બીગ્રેડ સહિતની ટીમને ખડેપગે રાખવામાં આવી હતી.