2 વર્ષથી TC બદલવાની માંગણી અને 6000 થી 8000 ના બિલ છતાં પૂરો પાવર ન મળતો હોવાનો આક્ષેપમોરબી : મોરબીના રાજનગર વિસ્તારમાં રહેતા રહીશોને ડીમ પાવરની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, જેના પગલે આજે સોસાયટીની મહિલાઓ ભારે રોષ સાથે મોરબી PGVCL કચેરીએ પહોંચી હતી અને ઉગ્ર રજૂઆત કરી હતી. તેઓએ કહ્યું હતું કે 2 વર્ષથી TC બદલવાની માંગણી કરાઈ રહી છે અને 6000 થી 8000 ના બિલ ભરીએ છીએ છતાં પૂરો પાવર મળતો નથી.રાજનગર વિસ્તારમાંથી આવેલ મહિલાઓએ જણાવ્યું હતું કે, તેમના વિસ્તારમાં પાવર ખૂબ જ ડીમ આવે છે. રાત્રે પાવર એટલો ઓછો હોય છે કે AC પણ ચાલુ થઈ શકતા નથી. તેઓ 6000 થી 8000 રૂપિયા જેટલું આકરું લાઈટ બિલ ભરે છે છતાં તેમને પૂરતો પાવર મળતો નથી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, TC બદલવા માટે 2 વર્ષ પહેલા જ અરજી કરી દેવામાં આવી હતી અને નિયમ મુજબના પૈસા પણ ભરી દીધા છે, છતાં તંત્ર દ્વારા 'માણસો નથી' તેવા માત્ર બહાના જ કાઢવામાં આવે છે. પુરુષો દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા અંતે મહિલાઓને જાતે કચેરીએ આવવાની ફરજ પડી હતી.આ સમગ્ર મામલે મોરબી શહેર પેટા વિભાગીય કચેરીના જુનિયર એન્જીનીયર કે.કે. દેત્રોજાએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે પણ આ પ્રશ્ન સામે આવ્યો હતો અને અમે નવું ટ્રાન્સફોર્મર ઉભું કરવા 2 વખત માણસો પણ મોકલ્યા હતા. પરંતુ તે સમયે સોસાયટીના આંતરિક પ્રશ્નોને કારણે લોકોએ સાર્વજનિક પ્લોટમાં TC મૂકવાની ના પાડી દીધી હતી અને બહાર રોડ પર મૂકવાનું કહેતા કામગીરી થઈ શકી ન હતી.વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, હવે 10 દિવસ પહેલા ફરીથી લોડ વધારાની નવી અરજી આવી છે, જેના પગલે 100 KVA નું નવું ટ્રાન્સફોર્મર અને 280 મીટર HT ABC કેબલ વાળી લાઈન નાખવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ કામગીરી માટે કોન્ટ્રાક્ટરને મટીરીયલ પણ આપી દેવાયું છે. જોકે, હાલ લેબર (મજૂરો) ની અછત હોવાના કારણે કામમાં 10 થી 15 દિવસ જેટલો વિલંબ થયો છે, જે હવે ટૂંક સમયમાં જ પૂર્ણ કરી દેવામાં આવશે.#Morbi #MorbiUpdate #MorbiNews #PGVCL #PowerIssue #RajnagarSociety #GujaratNews #LocalNews