ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની સિરામિક ઉદ્યોગ પર ગંભીર અસર: ગેસના મોંઘા ભાવ અને નિકાસના અવરોધ વચ્ચે 1 મહિનામાં અદાંજે 5 હજાર કરોડનું ટર્નઓવર ઠપ્પમોરબી : ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિએ મોરબીના વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગને આર્થિક ભીંસમાં મૂકી દીધો છે. છેલ્લા 1 મહિનાથી ઉત્પાદન બંધ રહેવાને કારણે ઉદ્યોગનું અંદાજે 5,000 કરોડ રૂપિયાનું ટર્નઓવર જામ થઈ ગયું છે. જોકે આગામી 15 એપ્રિલથી સિરામિક એકમો ફરીથી શરૂ થવા જઈ રહ્યા છે, પરંતુ તેની સાથે ગ્રાહકોએ મોંઘી ટાઇલ્સ ખરીદવા તૈયાર રહેવું પડશે.ઉત્પાદન પ્રક્રિયા બંધ હોવાથી મોરબીના દરેક કારખાનેદારના શિરે 50 લાખથી 1.50 કરોડ રૂપિયા સુધીના નુકસાનનો પહાડ આવી પડ્યો છે. સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાના જણાવ્યા અનુસાર, મોરબીમાં કાર્યરત 650 જેટલા સિરામિક એકમો વાર્ષિક 60,000 થી 70,000 કરોડનું ટર્નઓવર ધરાવે છે, જે અત્યારે થંભી ગયું છે. આ આર્થિક ફટકો માત્ર સિરામિક જ નહીં પણ તેની સાથે જોડાયેલા પેપર મિલ ઉદ્યોગ પર પણ ભારણ તરીકે જોવા મળી રહ્યો છે.ગેસના ભાવમાં થયેલો અસહ્ય વધારો ઉદ્યોગ માટે અત્યારે સૌથી મોટો પડકાર છે. મોંઘા ઇંધણને કારણે ઉત્પાદન ખર્ચમાં મોટો ઉછાળો આવ્યો છે, જેને પગલે 15 એપ્રિલથી જ્યારે ઉદ્યોગો ફરી ધમધમતા થશે ત્યારે ટાઇલ્સના ભાવમાં વધારો ઝીંકવો ઉદ્યોગકારો માટે અનિવાર્ય બનશે. ઇંધણની કટોકટી અને મોંઘવારીને જોતા આ ભાવ વધારો ચોક્કસપણે લાગુ કરવાની ફરજ પડશે તેમ ઉદ્યોગકારો જણાવી રહ્યા છે.અગાઉ ગેસના ભાવ અસહ્ય થતા સિરામિક ઉદ્યોગકારોએ એકત્રિત થઈને ગુજરાત ગેસની કચેરીએ રામધૂન બોલાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે ગાંધીનગર ખાતે ગેસ કંપનીના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો પણ યોજવામાં આવી હતી. તેમ છતાં અત્યારે ગેસ ખૂબ મોંઘો પડી રહ્યો હોવાથી ઉદ્યોગને પાટા પર લાવવો એ લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થઈ રહ્યું છે. પાછા આવેલા કન્ટેનરોએ પણ મોટી નુકસાની સર્જીસિરામિક ઉદ્યોગકારો માટે નિકાસના મોરચે પણ કપરી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં યુદ્ધને કારણે નિકાસના માર્ગો પ્રભાવિત થયા છે. છેલ્લા 1 માસમાં કંડલા અને મુંદ્રા પોર્ટ પરથી 700 થી વધુ કન્ટેનરો પરત ફર્યા છે અને અંદાજે 800 જેટલા કન્ટેનરો વિદેશી બંદરો પર અટવાયેલા છે. આ વિલંબ અને અવરોધને કારણે ઉદ્યોગપતિઓએ કન્ટેનર દીઠ 50,000 થી 1.50 લાખ રૂપિયા સુધીનો વધારાનો આર્થિક બોજ સહન કરવો પડી રહ્યો છે.ગેસના ભાવમાં રાહત ઝંખતા ઉદ્યોગકારોગેસના ભાવમાં થયેલા અસહ્ય વધારાને પગલે ઉદ્યોગકારોએ અગાઉ ગુજરાત ગેસ કચેરીએ રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. આ મુદ્દે ગાંધીનગર ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો યોજાઈ હોવા છતાં અત્યારે ગેસના ઊંચા ભાવને કારણે ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ ઉદ્યોગકારો ગેસના ભાવમાં રાહત ઝંખી રહ્યા છે. ગેસનો અત્યારનો ભાવ અસહ્ય છે. ગેસના ભાવમાં થોડી રાહત મળશે તો પણ ઉત્પાદન ખર્ચ તો વધવાનો જ છે. પરિણામે ટાઇલ્સના ભાવમાં વધારો લાગુ કરવાની ફરજ પડશે.#Morbi #CeramicIndustry #MorbiUpdate #IranIsraelWar #GasPriceHike #TilesMarket #BusinessNews #ExportCrisis #GujaratGas #IndustryUpdate