મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળશેમોરબી : મોરબીમાં આગામી તારીખ 10 એપ્રિલ ને ગુરુવારના રોજ ભગવાન મહાવીર સ્વામીનો 2623મો જન્મ કલ્યાણક મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે. જેમાં ચારેય ફિરકાના સાધર્મિક બંધુઓ જોડાશે. મોરબીના સમસ્ત જૈન સમાજ દ્વારા સંયુક્ત રીતે જન્મ કલ્યાણકની ઉજવણી કરવામાં આવશે.10 એપ્રિલના રોજ સવારે 8 કલાકે દરબાગઢ ઝૈન દેરાસરથી ભવ્ય શોભાયાત્રાનું પ્રયાણ થશે. જે ગ્રીન ચોક, નગર દરવાજે તઈ જુના બસ સ્ટેન્ડથી સાવસર પ્લોટ થઈને રામચોકથી રસીકલાલ શેઠ બોય્ઝ હાઈસ્કૂલ પહોંચશે અને ત્યાં ધર્મસભા યોજાશે. આ અવસરે વાગડ ગચ્છનાયક આચાર્ય કલાપૂર્ણ સૂરીશ્વરજી મ.સા. સમૂદાયના આ.ભ. આત્મદર્શન સૂરીશ્વરજી મ.સા. માનવથી મહામાનવની સફર વિષય પર પ્રવચન આપશે. આ પ્રસંગે ગંડલ સંઘાણી સંપ્રદાયના બા.બ્ર. નરેન્દ્રમુની મ.સાના સુશિષ્યા જયશ્રીબાઈ સ્વામિ આદિઠાણા-6 તથા અજરામર સંપ્રદાયના નંદીનીજીકુમારી મ.સા. આદિઠાણા-2 તથા શિલદર્શનાશ્રીજી મ.સા. આદિઠાણા-6 સાહેબની ઉપસ્થિતિ રહેશે. આ શોભાયાત્રામાં કળશધારી બાળાઓ દ્વારા સામૈયા તથા ધર્મનાથ જૈન બેંડ ગ્રુપ, ભવ્ય આકર્ષણરૂપ પ્રભુનો રથ, પ્રભુ મહાવીર સ્વામીના સ્વપ્ન, ચાંદીનું પારણું, પ્રભુજીનો વિશાળ ફોટો શોભાયાત્રામાં પ્રદર્શિત થશે. શોભાયાત્રા દરમિયાન પ્રભુજી સમક્ષ નૃત્યકાર દ્વારા નૃત્ય રજૂ થશે. વ્યાખ્યાન પૂર્ણ થયે ગુરુદેવજીએ સંકલન કરેલા પુસ્તકનું વિમોચન થશે.મહાવીર જન્મકલ્યાણક નિમિત્તે 10 એપ્રિલના દિવકે દરેક સાધર્મિક દુકાન/ઓફિસ ધંધા રોજગાર અડધો દિવસ બંધ રાખી કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તેવી વિનંતી કરાઈ છે. દરબારગઢ દેરાસરથી ગ્રીન ચોક સુધી લક્કી ડ્રોના કુપન આપવામાં આવશે. જેનો ડ્રો ધર્મસભા પૂરી થયા બાદ કરવામાં આવશે.