હળ-પૂજન, યજ્ઞ અને કીર્તન સહિતના કાર્યક્રમો યોજાયા: અન્નદાતાની સુખ-સમૃદ્ધિ માટે કરાઈ પ્રાર્થનામોરબી અપડેટ: જગતના તાત એવા ખેડૂતોના ઇષ્ટદેવ અને હળધર ભગવાન શ્રી બલરામની જન્મજયંતી (ભાદરવા સુદ છઠ) નિમિત્તે મોરબી જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા વિવિધ તાલુકાઓમાં પરંપરાગત રીતે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.આ પવિત્ર પર્વે ખેડૂતો અને કિસાન સંઘના કાર્યકરો દ્વારા સવારથી જ ભગવાન બલરામની વિશેષ પૂજા-અર્ચના અને હળ-પૂજન કરવામાં આવ્યું હતું. આ સાથે આર્ય સમાજ ટંકારા દ્વારા યજ્ઞ, હવન, કીર્તન અને પ્રસાદ વિતરણ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે ખેડૂતોને પાકનું યોગ્ય વળતર મળે, ખેતીમાં સારો પાક થાય અને ખેડૂત પરિવારોમાં સુખ-શાંતિ જળવાઈ રહે તેવી ભગવાન બલરામ સમક્ષ પ્રાર્થના કરવામાં આવી હતી.ભારતીય કિસાન સંઘના મોરબી જિલ્લા પ્રમુખ બાબુલાલ એલ. સિણોજીયાએ જણાવ્યું હતું કે, આ પર્વ ખેડૂત સમાજ માટે માત્ર ધાર્મિક પર્વ જ નહીં, પરંતુ કૃષિ અને શ્રમના ગૌરવને યાદ કરવાનો પવિત્ર દિવસ છે. કિસાન સંઘ હંમેશા ખેડૂત હિત અને ભારતીય કૃષિ સંસ્કૃતિના સંરક્ષણ માટે કાર્યરત રહેશે. આ ઉજવણીમાં સંગઠનના જિલ્લા તથા તાલુકા કક્ષાના હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.#Morbi #MorbiUpdate #MorbiNews #BalaramJayanti #BharatiyaKisanSangh #Farmers #Agriculture #Tankara