મોરબી : મોરબીના પીપળી ઉપર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. અહીં રોડની બન્ને બાજુ વાહનોની લાંબી કતારો લાગી છે. અહીં ફસાયેલા વાહનચાલકો જણાવી રહ્યા છે કે છેલ્લા 2 કલાકથી અહીં ટ્રાફિક જામ છે. આ વાહન ચાલકો અહીં ફસાઈ જતા અકળાઈ ઉઠ્યા છે.