મોરબી : મોરબીમાં લાલપર પાસે નેશનલ હાઇવે પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. એક ટ્રક વણાંક લેતી વેળાએ બંધ પડી જતા પાછળ વાહનોના થપ્પા લાગ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. લાલપર પાસે છાસવારે આ પ્રકારે ટ્રાફિકજામ થતો હોય આરટીઓ, પોલીસ અને હાઇવે ઓથીરિટી પગલાં લ્યે તેવી લોકો માંગ ઉઠાવી રહ્યા છે.