મોરબી : બંધુનગર અને મકનસર વચ્ચે નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર પાણી ભરાવાની સમસ્યાનો નિકાલ ન થતા આજરોજ ગ્રામજનોએ કંટાળીને નેશનલ હાઈવે ચક્કાજામ કર્યો છે. જેના કારણે નેશનલ હાઇવેની બંને બાજુ લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે.ચક્કાજામના પગલે મકનસરથી ઢુંવા તરફ 8 કિમી લાંબો ટ્રાફિકજામ અને મકનસરથી લાલપર તરફ 5 કિમી સુધી ટ્રાફિકજામ સર્જાયો છે. હાઇવેની બંને બાજુ વાહનોના થપ્પા લાગી ગયા છે. અનેક વાહનો આ ટ્રાફિક જામમાં ફસાયા છે. તો બીજી તરફ ગ્રામજનો હાઇવે પર બેસીને આકરો વિરોધ નોંધાવી રહ્યા છે.