મોરબી : મોરબીના લાલપર પાસે હાઇવે ઉપર ડમ્પરને અકસ્માત નડતા લાંબો ટ્રાફિક જામ થયો છે. હાલ અહીં વાહનોની લાંબી કતાર જામી હોય અનેક વાહનો ફસાયા છે. જો કે ટ્રાફિક એક જ સાઈડ હોવાનું જાણવા મળ્યું છે. બીજી સાઈડ કોઈ તકલીફ ન હોવાનું ત્યાં હાજર વાહનચાલકો જણાવી રહ્યા છે.