અંદાજે 4 કિમિ સુધી વાહનોની કતારો લાગી : વાહનચાલકો અકળાયામોરબી : મોરબીમાં પરશુરામ બ્રિજની નીચે બે ટ્રક વચ્ચે અકસ્માત થતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. એકાદ કલાકથી વાહનો અહીં ફસાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નવલખી બાયપાસ પાસે પરશુરામ બ્રિજની નીચે સીએનજી પંપ પાસે બે ટ્રક વચ્ચે સાંજે અકસ્માત સર્જાયો છે. જેના કારણે ગોર ખીજડિયાના પાટિયાથી લઈ સેન્ટમેરી સ્કૂલ પાસેના ફાટક સુધી અંદાજે 4 કિમિ લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. આ ટ્રાફિકજામના કારણે વાહનચાલકો અકળાઈ ઉઠ્યા છે. બીજી તરફ આ મામલે જાણ થતા ટ્રાફિક વિભાગ ઘટના સ્થળે જવા રવાના થયો હોવાનું જાણવા મળ્યું છે.