મોરબી : મોરબી શહેરમાં ટ્રાફિકની સમસ્યા દરરોજનો માથાનો દુઃખાવો બની ગઈ છે. ત્યારે આજે 7 ફેબ્રુઆરી ને શનિવારના રોજ સાંજના સમયે ફરી એક વખત રાજપર ચોકડી ખાતે ટ્રાફિકજામ સર્જાયો છે. મોરબીની રાજપર ચોકડીથી શરૂ થયેલો ટ્રાફિકજામ છેક મોરબીના શનાળા બાયપાસ પાસેના ઓવરબ્રીજથી પણ આગળ સુધી જોવા મળ્યો છે. જ્યારે બીજી તરફ અજંતા સુધી આ ટ્રાફિકજામ જોવા મળ્યો છે. આશરે બે કિલોમીટર લાંબા ટ્રાફિકજામના કારણે અનેક લોકો ટ્રાફિકમાં ફસાયા હતા.