વાવણીના સમયે જ ડીઝલની અછતથી ખેડૂતો પરેશાન, માત્ર 2000 રૂપિયાનું ડીઝલ મળતા રોષહળવદ: હળવદ તાલુકાના સુંદરગઢ ગામે હાલ ડીઝલ લેવા માટે ખેડૂતોની ભારે ભીડ જોવા મળી રહી છે. ડીઝલ મેળવવા માટે લાગી રહેલી આ લાંબી લાઈનો જોઈને લોકોને નોટબંધીના સમયની યાદ તાજી થઈ ગઈ છે. આસપાસના ગામોમાંથી 200 થી વધુ ખેડૂતો ડીઝલ મેળવવા માટે અહીં પહોંચ્યા છે.હાલ ખેતીની સીઝન હોવાથી ખેડૂતોને કપાસ, મગફળી સહિતના પાકની વાવણી કરવા માટે ડીઝલની અત્યંત જરૂરિયાત ઊભી થઈ છે. ખેડૂતોનું કહેવું છે કે ડીઝલ વગર ટ્રેક્ટર ચાલે નહીં અને વાવણી થઈ શકે નહીં. જો પાક ઉગશે નહીં તો માલ બજારમાં પહોંચશે કેવી રીતે? તેવો સવાલ જગતનો તાત ઉઠાવી રહ્યો છે.ખેડૂતોની મુખ્ય સમસ્યા એ છે કે હાલ માત્ર 2000 રૂપિયાનું જ ડીઝલ આપવામાં આવી રહ્યું છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે 2000 રૂપિયાના ડીઝલથી તેમના ટ્રેક્ટર ચાલી શકે તેમ નથી. ખેતીના કામ માટે તેઓને દરરોજ 4000થી વધુના ડીઝલની જરૂરિયાત રહે છે. પૂરતું ડીઝલ ન મળવાના કારણે વાવણીના મહત્વપૂર્ણ સમયે જ ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.#Halvad #Sundargadh #Farmers #DieselShortage #MorbiUpdate #Agriculture #GujaratFarmers #MorbiNews #GujaratNews