મોરબી : મોરબીના ત્રાજપર વિસ્તારમાં જુના ઘુંટુ રોડ પર સિલ્વર પાર્ક મેઈન રોડ લોકોએ જાતે ફાળો એકઠો કરીને બનાવ્યો છે. છેલ્લા ઘણા સમયથી આ રોડ બિસ્માર હાલતમાં હતો જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યારે અહીંના સ્થાનિક લોકોએ ફાળો એકઠો કરીને રોડ બનાવવાની શરૂઆત કરી છે. ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે લોકોને મુશ્કેલી ન પડે તે માટે રોડ બનાવવાની શરૂઆત કરવામાં આવી હોવાનું રણમલ બાપુ, સામંતભાઈ ભરવાડ અને પૂર્વ સરપંચ અશોકભાઈ વરાણીયા દ્વારા જણાવાયું છે.