નહેરુગેટ ચોકથી લઈ ત્રિકોણ બાગ સુધીની ટ્રાફિક સમસ્યામાં હવે રાહત મળશે મોરબી : અંદાજે એક મહિના સુધી બંધ રહ્યા બાદ તખ્તસિંહજી રોડ હવે આજથી પુનઃ શરૂ થયો છે. પેવર બ્લોકનું કામ પૂર્ણ થઈ જતા આ રોડને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. જેને પરિણામે હવે આવતીકાલથી ટ્રાફિકમાં ઘણી રાહત મળવાની છે. મોરબીમાં શિવાની સીઝન સેન્ટરથી નવયુગ ગારમેન્ટ સુધી તખ્તસિંહજી રોડ પર અવર જવર છેલ્લા એકાદ મહિનાથી બંધ કરી દેવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા અહીં પેવર બ્લોક નાખવામાં આવી રહ્યા હતા. હવે આ રોડમાં પેવર બ્લોકનું કામ પૂર્ણ થઈ ગયું છે. જેથી આ રોડને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. આ રોડ ઉપર કામ ચાલતું હોય નહેરુગેટ ચોકથી લઈ ત્રિકોણ બાગ સુધીની ટ્રાફિક સમસ્યા રહેતી હતી. હવે આ સમસ્યામાં લોકોને રાહત મળશે.