મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષતામા લોક દરબાર યોજી ગામ લોકોને વ્યાજખોરોના ચક્રમા ન ફસાવા અંગે તેમજ સરકારની યોજનાઓ તેમજ સસ્તી લોન અંગે બેંક સંબંધી જરૂરી માહિતીથી વાકેફ કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા વ્યાજખોરી ડામવા માટે ઝુંબેશ રૂપ કામગીરી ચાલી રહી કગે ત્યારે આજરોજ મોરબી તાલુકાના લાલપર ગામે વ્યાજખોરો વિરુદ્ધ જાગૃતિ લાવવા માટે ખાસ લોક દરબાર યોજવામાં આવ્યો હતો. આ લોક દરબારમાં જો કોઈ વ્યક્તિ વ્યાજખોરોના ચક્રમા ફસાયેલ હોય તો નિર્ભય બની પોલીસનો સંપર્ક કરવા સમજ કરવામાં આવી હતી અને આ લોકદરબારમાં પોલીસ ઇન્સ્પેક્ટર વાળા,પીઆઇ સોલંકી, તેમજ પીએસઆઇ બગડા દ્વારા આશરે 100 જેટલા આગેવાનો તેમજ ગ્રામજનોની હાજરીમાં કાયદાકીય સમજ આપી લોન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાંસદડિયાં, સરપંચ રમેશભાઈ વાંસદડીયા, ઉપસરપંચ રાજુભાઈ જેતપરીયા સહીત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.