આચારસંહિતા અમલી, 19 એપ્રિલથી લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાશે : ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી પણ લોકસભા સાથે જ મોરબી : દેશમાં 543 લોકસભા બેઠકો માટે 7 તબક્કામાં મતદાન યોજાશે જેમાં ગુજરાતમાં 7મીમેના રોજ ગુજરાતની 26 બેઠકો માટે ચૂંટણીઓની સાથે વિધાનસભાની પેટાચૂંટણીઓ પણ યોજાશે, સાત તબબકામાં મતદાન બાદ 4 જૂનના રોજ લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે.લોકસભા ચૂંટણી સંદર્ભે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થનાર હોય આજથી જ આચાર સંહિતા અમલી બની છે અને 12 એપ્રિલે વિધિવત ચૂંટણી અંગેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યા બાદ તા.19 એપ્રિલ સુધી ઉમેદવારી કરી શકાશે અને તા.20મી એપ્રિલે ઉમેદવારીપત્રોની ચકાસણી બાદ 22 એપ્રિલ સુધી ઉમેદવારીપત્ર પરત ખેંચી શકાશે અને 7મી મે ના રોજ મતદાન બાદ 4 જૂને પરિણામ જાહેર કરવામાં આવશે,મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર કહ્યું, 'આ એક મહત્વપૂર્ણ દિવસ છે. લોકસભા ચૂંટણી 2024માં દેશમાં કુલ 96.8 કરોડ મતદાતા ભાગ લેશે, જેમાં 49.7 કરોડ પુરુષ અને 47 કરોડ મહિલાઓ છે. 1.82 કરોડ મતદારો પ્રથમ વખત મતદાન કરશે.દેશમાં 21.50 કરોડ મતદાતા 18 થી 29 વર્ષની વયનાં છે, જયારે 82 લાખ મતદાતાની ઉંમર 85 વર્ષથી ઉપરના છે અને 2.18 લાખ મતદારો 100 વર્ષથી વધુની ઉંમરના હોવાનું તેમજ 48 હજાર ટ્રાન્સજેન્ડર મતદાતા છે.લોકસભા ચૂંટણી 2024માં 55 લાખ ઈવીએમનો ઉપયોગ કરવામાં આવશે, લોકસભા ચૂંટણી 2024માં 10.5 લાખ પોલિંગ સ્ટેશન હશે,લોકસભા ચૂંટણીમાં 19 એપ્રિલ પ્રથમ તબક્કો, 26 એપ્રિલ બીજો તબક્કો, 7 મે ત્રીજો તબક્કો, 13મે ચોથો તબક્કો, 20મે પાંચમો તબક્કો, 25મે છઠ્ઠો તબક્કો અને 1જૂને સાતમા તબક્કાનું મતદાન થશે, જો કે ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે આગામી તા.7મે ના રોજ મતદાન થશે સાથે જ ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભા બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા યોજાશે અને દેશમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 4 જૂને મતગણતરી થશે.