છેલ્લી ઘડી સુધી રાઈડ્સની મંજૂરીની પ્રક્રિયા ચાલુ હોવાનું તંત્રનું રટણમંત્રી મુળુંભાઈ બેરા, કુંવરજીભાઇ બાવળિયા અને ભાનુબેન બાબરીયા સહિતના મેળો ખુલ્લો મુકશેમોરબી : સૌરાષ્ટ્રના સૌપ્રથમ જન્માષ્ટમીના મેળા એવા જડેશ્વર મેળાનો આવતીકાલથી પ્રારંભ થવાનો છે. જો કે આ મેળામાં હજુ છેલ્લી ઘડી સુધી રાઈડ્સની મંજુરીની પ્રક્રિયા હજુ ચાલુ હોવાનું તંત્ર રટણ કરી રહ્યું છે.વાંકાનેર તાલુકાના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે આવતીકાલે તા.11 ઓગસ્ટને રવિવારે સવારે 10 વાગ્યાથી લોકમેળાનો પ્રારંભ થવાનો છે. આ મેળાને મંત્રી મુળુંભાઈ બેરા, કુંવરજીભાઇ બાવળિયા અને ભાનુબેન બાબરીયા સહિતના ખુલ્લો મુકવાના છે. આ વેળાએ સંતો, મહંતો, સાંસદો, ધારાસભ્યો તેમજ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેવાના છે.મેળામાં રાઈડ્સને લઈને પ્રાંત અધિકારીએ જણાવ્યું કે સેફટી કમિટી એનઓસીની કામગીરી કરી રહ્યા છે. તેની કાર્યવાહી ચાલુ છે. ગઈકાલે નિરીક્ષણ કર્યું છે. જ્યારે આ અંગે મેળાના આયોજકે કહ્યું હતું કે રાઈડ્સની મંજૂરીની પ્રક્રિયા ચાલુ છે. અને આ મેળો પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવતો હોવાથી આવતીકાલે મેળો વિધિવત શરૂ કરવામાં આવશે.