સાંજે 4 થી 6 દરમિયાન ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પાલિકા ખાતે લોકોના પ્રશ્નો સાંભળશે મોરબી : આજરોજ તારીખ 21 સપ્ટેમ્બર ને ગુરૂવારના રોજ સાંજે 4 થી 6 વાગ્યા સુધી મોરબી-માળિયા વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે લોક દરબારમાં હાજર રહેશે. મોરબી નગરપાલિકા ખાતે આજે 4 થી 6 વાગ્યા દરમિયાન કાંતિભાઈ અમૃતિયા લોકોના પ્રશ્નો સાંભળી તેઓને નિરાકરણ માટે હાજરી આપશે. તો જે કોઈ નગરજનોને સમસ્યા હોય તેઓએ લેખિતમાં સમસ્યા લઈને આવવા જણાવવામાં આવ્યું છે.