ગાયત્રી લોકભવાઈ મંડળ દ્વારા 9:00 વાગ્યે ભવાઈની જમાવટ થશે, ધર્મપ્રેમી જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણમાળિયા (મિયાણા): મોરબી જિલ્લાના માળિયા (મિયાણા) તાલુકાના જૂના ઘાંટીલા ગામે લોક સંસ્કૃતિને જીવંત રાખવાના પ્રયાસરૂપે ગાયત્રી લોકભવાઈ મંડળ, રોહિશાળા (મા.) દ્વારા આજે રાત્રે ભવ્ય 'લોક ભવાઈ'ની રજૂઆત કરવામાં આવશે. કાર્યક્રમની વિગતો અને સમય• તારીખ: 14/07/2026 (મંગળવાર)• સમય: રાત્રે 9:00 કલાકે• સ્થળ: જૂનાં ઘાંટીલા, ઊગમણા ઝાપા પાસે, તા. માળિયા (મી.), જી. મોરબીનામી-અનામી કલાકારોનો જામશે કાફલોઆ લોક ભવાઈના કાર્યક્રમમાં નામી-અનામી કલાકારોના ભવ્ય કાફલા સાથે સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ પરંપરાગત કલાને નિહાળવા માટે વ્યાસ મંડળ પરિવાર દ્વારા સર્વ ધર્મપ્રેમી જનતાને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.આ કાર્યક્રમના મુખ્ય નાયક તરીકે હસુભાઈ જી. વ્યાસ અને સંચાલક તરીકે અજયભાઈ એચ. વ્યાસ જવાબદારી સંભાળી રહ્યા છે. કાર્યક્રમ અંગે વધુ વિગત માટે મોબાઇલ નંબર +91 97373 11119 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. #Morbi #MorbiNews #Maliya #LokBhavai #CulturalEvent #MorbiUpdate #GujaratCulture #Bhavai