ટંકારા : ટંકારાના હરીપર ગામે આગામી તારીખ 24 મે ને શનિવારના રોજ રાત્રે 9-30 કલાકે ભવ્ય લોક ભવાઈનો કાર્યક્રમ યોજાશે. જેમાં વણઝારીવાવ (પટેલનો ઈતિહાસ) નાટક રજૂ કરવામાં આવશે. જેમાં શ્રી સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળ ખાખરાળાના કલાકારો પોતાની કલા રજૂ કરશે. સમગ્ર સંચાલન વિક્રમભાઈ હરિલાલ વ્યાસ દ્વારા કરવામાં આવશે. તો આ લોક ભવાઈનો કાર્યક્રમ નિહાળવા સૌને જાહેર આમંત્રણ પાઠવાયું છે.