વાંકાનેર : સ્વયંભૂ જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં ગૌ સેવાના લાભાર્થે બે વર્ષ બાદ લોક ભવાઈના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા.21ને રવિવારના રોજ રાત્રીના 10 કલાકે આ કાર્યક્રમ યોજાશે. જેમાં ખાખરાળાના વ્યાસ સ્વ. હરિભાઈ કાનજીભાઈના સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળના કલાકારો જડેશ્વર દાદાનો મુજરો રજૂ કરશે. આ કાર્યક્રમમાં પધારવા સર્વે ધર્મપ્રેમી જનતાને આમંત્રણ અપાયું છે.