મોરબી જિલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા આયોજન મોરબી : મોરબી જિલ્લાના વાંકાનેર,હળવદ,ટંકારા અને માળીયા(મી.) ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યુ છે.આ લોક અદાલતમાં મોટર વાહન અધિનિયમ - ૧૯૮૮ અને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ હેઠળ આવતા કેસો ચલાવવામાં આવશે.કેસોને લગતી વધુ માહિતી મેળવવા લાગુ પડતી જે તે અદાલતનો ફોન ઉપર સંપર્ક કરવાનો રહેશે. રાષ્ટ્રીય કાનૂની સેવા સતા મંડળ (NALSA),નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા કાનૂની સેવા સતા મંડળના ઉપક્રમે જિલ્લા ન્યાયાલય મોરબી તથા તેના તાબા હેઠળ આવેલા વાંકાનેર,હળવદ,ટંકારા અને માળીયા(મી.) ખાતે આગામી તા.૧૨/૦૩/૨૦૨૨ ના રોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યુ છે. આ લોક અદાલતમાં મોટર વાહન અધિનિયમ - ૧૯૮૮ અંતર્ગત અકસ્માતને લગતા કેસો (MACP મેટર્સ), ફોજદારી સમાધાનને લાયક કેસો,નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ના કેસો,લગ્ન સંબંધી ફેમીલી કેસો,મહેસુલના કેસો,ભરણપોષણના કેસો,એલ.એ.આરના કેસો,હિન્દુ લગ્ન ધારો,મજુર અદાલતના કેસો,દિવાની દાવા જેવા કે ભાડાના,બેન્કના વગેરે વીજળી તથા પાણીના(ચોરી સિવાયના) કેસો સમાધાન માટે મુકી શકાય.આ લોક અદાલતમાં હાજર રહેતી વખતે પક્ષકારો અને વકીલઓએ કોવિડ-૧૯ના પ્રોટોકોલનું પાલન કરવાનુ રહેશે. પક્ષકારોએ લોકાદાલત દ્વારા વિવાદોનું ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન કરવા માટે આ અંગેની વધુ જાણકારી મેળવવી હોય તો તે જે તે અદાલતનો અથવા જિલ્લા કાનૂની સેવા સતા મંડળ,જિલ્લા ન્યાયાલય મોરબી તથા તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમિતીનો ફોન ઉપર નં.૦૨૮૨૨ ૨૪૨ ૬૧૪સંપર્ક કરવાનો રહેશે. તેમ યાદીમાં જણાવાયું છે.