ચાર સ્થળે બાકી રહેલો ઇ-મેમો ભરી જવાની તાકીદમોરબી : મોરબજ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા તા.૯ ના રોજ ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ તથા રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ (નાલ્સા, સુપ્રિમ કોર્ટ), દિલ્હીના નેજા હેઠળ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.તેથી જેમનો ઇ-મેમો બાકી હોય એવા લોકોએ ટ્રાફીક ચલણની રકમ ચાર સ્થળોએ તા.૯ સુધીમાં ભરી દેવાની તાકીદ કરવામાં આવી છેમોરબી જિલ્લામાં જે લોકોનો ઈ-મેમોનો દંડ ભરવાનો બાકી હોય તેઓએ ટ્રાફિક શાખા રૂમ નં-૧૧ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, મોરબી જીલ્લા સેવા સદન કેમ્પસ, સો-ઓરડી સામે, મોરબી તેમજ બીજા સ્થળ શનાળા પોલીસ ચોકી, ઉપરના માળે, છોટાલાલ પેટ્રોલ પંપની બાજુમાં, શનાળા રોડ મોરબી-૧ તથા ત્રીજા સ્થળ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન, વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન, હળવદ પોલીસ સ્ટેશન, ટંકારા પોલીસ સ્ટેશન, માળીયા મીયાણા પોલીસ સ્ટેશન અને બીજો માળ, જીલ્લા કાનૂની સેવા સતા મંડળ, ડિસ્ટ્રીક કોર્ટ, મોરબી ખાતે ફકત લોક અદાલતમાં તા ૯ના દિવસે જ ભરી શકાશે.ઓનલાઇન ઈ-મેમો ચેક કરવા અને ભરવા માટે પ્લે સ્ટોર પરથી VISWAS નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અથવા https://echallanpayment.Gujarat.gov.in લીંક પરથી ઓનલાઇન પેમેન્ટ પણ કરી શક્શો. ઈ-મેમો બાબતે કોઇ પ્રશ્ન હોય તો ટેલીફોન નં.-૦૨૮૨૨-૨૪૨૬૨૫ અથવા ઇ-મેઈલ ccc-morbi@Gujarat.gov.in પર સંપર્ક કરવો. તેમ યાદીમાં જણાવ્યુ છે.