મોરબી : મોરબી લોહાણા મહાજન દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓને જીવંત રાખવા તથા પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુથી આજરોજ તા. ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવારના રોજ એક ભવ્ય “હોળી કે રસિયા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આજે રાત્રે ૯:૩૦ કલાકે શનાળા રોડ પર યોજાવા જઈ રહ્યો છે, જેમાં ભક્તજનોને ભક્તિરસમાં તરબોળ થવાનો અનેરો અવસર મળશે.પ્રાપ્ત વિગતો અનુસાર, આ પાવન પ્રસંગે પ્રખ્યાત રસિયા મંડળી દ્વારા કૃષ્ણ ભક્તિ અને હોળીના પરંપરાગત રસિયા ગીતોની શાનદાર રમઝટ બોલાવવામાં આવશે. જેનાથી સમગ્ર વાતાવરણ કૃષ્ણમય અને ભક્તિમય બની જશે. વિશેષમાં, આ કાર્યક્રમ હાલ રાજકોટ બિરાજમાન અ.સૌ. શુભાંગી વહુજીના પાવન સાનિધ્યમાં યોજાશે, જે ઉપસ્થિત વૈષ્ણવો અને ભક્તજનો માટે એક અનેરો લ્હાવો બની રહેશે.કાર્યક્રમની વિગતતારીખ અને વાર: આજરોજ ૨૧/૦૨/૨૦૨૬, શનિવારસમય: રાત્રે ૦૯:૩૦ કલાકેસ્થળ: શ્રી ભવાની જીન મિલ, નવા બસ સ્ટેન્ડ પાસે, શનાળા રોડ, મોરબી.આ ભવ્ય કાર્યક્રમ દ્વારા શહેરના ભક્તજનોને હોળીના પર્વની ભાવના સાથે ભક્તિરસનો આનંદ માણવા મોરબી લોહાણા મહાજન દ્વારા તમામ વૈષ્ણવ ભક્તોને તથા શહેરજનોને આ ધાર્મિક કાર્યક્રમમાં સહપરિવાર પધારવા ભાવપૂર્વક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.