હળવદ તાલુકાના મયુરનગર, નવા ધનાળા ગામની સીમમાં તીડનું જૂથ ત્રાટક્યું હળવદ : મોરબી જિલ્લાના હળવદ પંથકમાં ફરી તીડના જૂથનું આક્રમણ થયું છે. જેમાં હળવદ તાલુકાના મયુરનગર, નવા ધનાળા ગામની સીમમાં તીડનું જૂથ ત્રાટક્યું હતું. ગઈકાલે મોડી સાંજે તીડ ફરી તીડ દેખાવા લાગતા ખેડૂતો ચિતામાં મુકાય ગયા છે. અગાઉ પણ હળવદ રણકાંઠાના ગામડાઓમાં તીડ દેખાયા હતા ત્યારે ફરી તીડ દેખાતા ખેડૂતો ચિંતાતુર થઈ ગયા છે અને ટીડના ભગાડવાના પ્રયાસો હાથ ધર્યા છે. હળવદ પંથકમાં થોડા સમય અગાઉ પણ તીડનું આક્રમણ થયું હતું અને ખેડૂતોના ઉભા પાકમાં તીડ ફરી વળ્યાં હતા. ત્યારે ફરી આ તીડે ખેડૂતોની ઉંઘ હરામ કરી નાખી છે. જેમાં ફરી હળવદ તાલુકાના મયુરનગર, નવા ધનાળા ગામની સીમમાં તીડનું જૂથ ત્રાટક્યું હતું અને ગઈકાલે સાંજે આ ગામોના ખેતરોમાં તીડ જોવા મળ્યા હોવાનું સ્થાનિક ખેડૂતો પાસેથી જાણવા મળ્યું છે. જોકે આ તીડ કોઈપણ ખેતરના ઉભા પાકમાં થોડીવાર બેસી રહે તો એ પાકને સાફ કરી નાખે છે. આ તીડથી ઉભા પાકોને મોટું નુકસાન થવાની ભીતિ છે. તેથી, ખેડૂતો આ તીડને ભગાડવાના પ્રયાસો હાથ ધર્યા હોવાનું જાણવા મળે છે.