મોરબી : મોરબીમાં ભીમરાવનગરમાં પીવાનું શુદ્ધ પાણી અને સફાઈ કર્મી મુકવા બાબતે કરાયેલ રજુઆત અંગે કોઈ કાર્યવાહી ન કરતા રહીશો દ્વારા તા. 15-5-2025ના રોજ પ્રતીક ઉપવાસ આંદોલન કરવા બાબતે મોરબી મહાનગરપાલિકા ચીફ કમિશનરને આવેદન આપવામાં આવ્યું છે. આ આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબીના ભીમરાવનગરમાં ડો. બાબાસાહેબ આંબેડકર પ્રા. શાળા બાજુમાં શેરી નં. 1, રોહિદાસપરા પાછળ પીવાનું શુદ્ધ પાણી અને સફાઈ કર્મી મુકવા બાબતે તા. 28-4-2025ના રોજ લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી. પરંતુ હજી સુધી આ પાણી અને સફાઈનો પ્રશ્નો હલ થયો નથી. ત્યારે તા. 15-5-2025ના રોજ સવારે 8 થી સાંજે 6 કલાક દરમ્યાન રહીશો દ્વારા પ્રતીક ઉપવાસ આંદોલન કરવામાં આવશે.