ટ્રાફિક પોલીસે પુલિયુ બંધ કરી દેતા રસ્તો ક્રોસ કરતા 15 સેકન્ડની બદલે 20 મિનિટનો ધક્કો થતો હોવાની રાવમોરબી અપડેટ : મોરબીના કેનાલ રોડ પર આવેલી વર્ધમાન સોસાયટી સામેનું પુલિયું ટ્રાફિક પોલીસ દ્વારા અચાનક બંધ કરી દેવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. અગાઉ આ રસ્તો અવરજવર માટે ખુલ્લો રાખવામાં આવતો હતો, પરંતુ હવે ટ્રાફિક અવર્સના નામે તેને બંધ કરી દેવાતાં આસપાસના રહેણાંક વિસ્તારના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.આલાપ રોડ વિસ્તારમાં રહેતા સ્થાનિક રહીશ વિપુલ ગોધાણીએ જણાવ્યું હતું કે, જે રસ્તો માત્ર 15 સેકન્ડમાં ક્રોસ થઈ જતો હતો, તે બંધ કરી દેવાતા હવે આખું સર્કલ ફરીને જવું પડે છે. જેના કારણે ટ્રાફિકમાં 15 થી 20 મિનિટ સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે અને મોંઘા ભાવનું પેટ્રોલ પણ વેડફાઈ રહ્યું છે. અસંખ્ય રહીશો રોજ આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોએ જ્યારે ફરજ પરના અધિકારીઓને પૂછપરછ કરી ત્યારે તેમને એસપી કચેરીએ રજૂઆત કરવા માટે જણાવવામાં આવ્યું હતું. બીજી તરફ, તંત્ર દ્વારા વર્ધમાન સોસાયટીની અંદર નવો રોડ બનાવવામાં આવ્યો છે. જો કેનાલ રોડ પરનું આ પુલિયું જ બંધ રાખવાનું હોય, તો આ નવા બનાવેલા રોડનો ઉપયોગ શું? તેવો મોટો પ્રશ્ન રહીશો ઉઠાવી રહ્યા છે.સ્થાનિક લોકોની માંગ છે કે તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય નિર્ણય લઈને રસ્તો પૂર્વવત ખુલ્લો કરવામાં આવે અથવા યોગ્ય વિકલ્પ આપવામાં આવે, જેથી લોકોને રોજિંદા ટ્રાફિક અને આર્થિક બોજમાંથી રાહત મળી શકે.#MorbiNews #MorbiUpdate #CanalRoad #TrafficIssue #VardhmanSociety #Morbi #GujaratNews #LocalIssues