અવારનવાર રજૂઆતો કરી છતાં મહાપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી ન થતી હોવાની રાવમોરબી : મોરબીની નાસ્તા ગલીમાં ગટરની ગંદકીથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. આ મામલે અવારનવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં મહાપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાની સ્થાનિકોએ રાવ કરી છે. આ મામલે સ્થાનિક રફીકભાઈએ જણાવ્યુ કે અહીં ગટરના પાણી ઉભરાઈ છે. લાઈટની પણ સમસ્યા છે. અહીં કોઈ જાતની સાફ સફાઈ થતી નથી. સફાઈ કામદારોની હાજરી એમનમ પુરાઈ જાય છે. મહાપાલિકામાં અવારનવાર રજુઆત કરી છે. અમુક અધિકારીઓએ તો નંબર પણ બ્લોક કરી દીધા છે. મહાપાલિકા અહીં તુરંત કાર્યવાહી કરાવે તેવી માંગ છે.