મોરબી: મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા લોકો ગટરના ઉભરાતા પાણીની ગંદકી અને રોડ પરના ખાડાના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વરસાદ વગર પણ રસ્તા પર ગટરના પાણી ભરાવાથી અવરજવર મુશ્કેલ બની છે અને દુર્ગંધ ફેલાઈ રહી છે. ગંદા પાણી અને કચરાના કારણે મચ્છર અને જીવાણુઓનો ઉપદ્રવ થવાથી રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત, પાણીથી ભરાયેલા ખાડાઓને કારણે વાહનચાલકો પણ હાલાકી પડી રહી છે. ત્યારે તાત્કાલિક આ સમસ્યાઓનું યોગ્ય સમાધાન લાવવા લોકમાંગ ઉઠી છે.