ગઈકાલ બપોરે 3 વાગ્યાથી વીજળી ગુલ, 300 જેટલા વેપારીઓમાં રોષમોરબી : મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલ ITI નજીક નંદન પ્લાઝા 1, વર્લ્ડ ટ્રેડ સેન્ટર સહિત કુલ 5 જેટલા કોમ્પ્લેક્સમાં ગઈકાલે બપોરે 3 વાગ્યાથી લાઈટ ગૂલ થઈ ગઈ છે. વીજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે આ કોમ્પ્લેક્સમાં આવેલા અંદાજે 300 જેટલા વેપારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને ધંધા-રોજગારને વ્યાપક અસર પહોંચી છે.આ અંગે સ્થાનિકો દ્વારા સવારે પીપળી ફીડરમાં કમ્પ્લેન નોંધાવવામાં આવી હતી. પરંતુ વેપારીઓના જણાવ્યા અનુસાર, પીપળી ફીડરના એન્જિનિયર કે અધિકારીઓ દ્વારા લાઈટ રિપેરિંગ અંગે ક્યારે કામ પૂર્ણ થશે તેનો કોઈ ફિક્સ સમય આપી શકાય નહીં તેવો જવાબ આપવામાં આવ્યો હતો. રાતભર કોમ્પ્લેક્સના વેપારીઓ લાઈટ વગર પરેશાન થયા બાદ, છેક આજે સવારે રિપેરિંગની કામગીરી ચાલુ કરવામાં આવી છે. ગઈકાલ બપોરે 3 વાગ્યાથી વીજળી ન હોવા છતાં તંત્ર દ્વારા કોઈ ત્વરિત પગલાં લેવામાં આવ્યા ન હતા. #Morbi #MorbiUpdate #PGVCL #PowerOutage #Mahendranagar #MorbiNews #GujaratNews #BusinessmenIssues