ગટરના ગંદા પાણીનો અહીં વોકળો ભરાઈ ગયો : મહાપાલિકાને રજુઆતમોરબી : નાની વાવડીની સંતકબીર સોસાયટીમાં ગટર ઉભરાવવાથી સ્થાનિકો ત્રસ્ત થઈ ગયા છે. ત્યારે આ મામલે મહિલાઓ દ્વારા આજે મહાપાલિકામાં રજુઆત કરવામાં આવી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર નાની વાવડીમાં સંત કબીર સોસાયટી આવેલી છે. ત્યાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાઈ રહી હોય બાજુમાં જ ગંદા પાણીનો વોકળો ભરાઈ ગયો છે. જેને લઈને અહીં રોગચાળો ફેલાવવાનો ભય સતાવી રહ્યો છે. ઉપરાંત અહીં ઉનાળામાં પાણીનો પ્રશ્ન પણ સર્જાય છે. બીજી તરફ આ વિસ્તાર મહાપાલિકામાં આવી ગયો હોય મહાપાલિકા દ્વારા તાકીદે આ પ્રશ્નનો નિવેડો લાવવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.