ગટરના ગંદા પાણીના તલાવડા ભરાતા સ્થાનિકોના આરોગ્ય ઉપર જોખમ મોરબી : મોરબીમાં ગટરના પાણી ઉભરવાની સમસ્યાએ વર્ષોથી માજા મૂકી છે. તેમ છતાં તંત્ર જવાબદારીમાંથી ઉલાળીયો કરી દેતા ઠેકઠેકાણે ગટર ઉભરાતા પાણી-પાણી જેવી કપરી સ્થિતિ સર્જાઈ છે. જેમાં મોરબીના નવલખી રોડ ઉપરની સોસાયટીમાં ગટરના ગંદા પાણીના તલાવડા ભરાતા સ્થાનિકો તોબા પોકારી ઉઠ્યા છે. આથી ગટરની સમસ્યા ઉકેલવા માટે સ્થાનિકોએ પાલિકામાં રજુઆત કરી છે. મોરબીના કુબેર ફાટક નવલખી રોડ ઉપર આવેલ સતનામ પેલેસવળી શેરી અને મેઈન રોડ ઉપર ઘણા સમયથી ભૂગર્ભ ગટર સફાઈના અભાવે ચોકઅપ થઈ ગઈ છે. જેથી ભૂગર્ભ ગટરના ઢાંકણા ન ખુલતા પાણીની અવરજવર બંધ થવાથી આ ગટર ઉભરાઈ રહી છે અને આસપાસમાં ગટરના ગંદા પાણીના ખાબોચિયા ભરાઈ છે. જેના કારણે બેસુમાર ગંદકી ફેંકાઈ છે અને મચ્છરોની ઉત્પત્તિ વધતા રોગચાળોનો દહેશત સેવાઇ રહી છે. ભૂગર્ભ ગટરની અંદરથી માટીના કચરા સહિતની ગંદકી કાઢવી પડે એમ હોય, તેથી પ્રેસર પાઇપ મારી પાણીનો નિકાલ થાય તે માટે ગટરના ઢાંકણા ન ખુલતા તોડી સાફ કરવામાં અનુકુળતા રહે છે. તેથી તૂટેલા ઢાંકણાની જગ્યાએ નવા ઢાંકણા ફિટ કરવા જરૂરી છે. તેમજ ગટર ચોકઅપ હોવાથી વરસાદી પાણીનો નિકાલ થઈ શકે એમ ન હોય આગામી વરસાદમાં પાણી ભરાવવાની ભયંકર સમસ્યા સર્જાય તેવી દહેશત સાથે આ વિસ્તારના લોકોએ પાલિકાને રજુઆત કરી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..