ગટર 15 દિવસથી ઉભરાતી હોવા છતાં તાબોટા પાડતું તંત્ર : સ્થાનિકોએ ભારે વાહનોની સલામતી માટે પ્રવેશ બંધ કર્યા બાદ તંત્રને શરમ આવશે ખરી ? મોરબી : મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં તંત્રના પાપે છેલ્લા ઘણા દિવસોથી ગટરની ગંદકી ઓવરફ્લો થઈ રહી છે.ગટરના ગંદા પાણી અને વરસાદમાં આ જગ્યાએ ખાડા પડી જતા જોખમી બની જવા છતાં તંત્ર નિભરતાની હદ ઓળગી દેતા છેવટે સ્થાનિકોએ ખાડાની આગળ રોડ પર ભારે વાહનોની સલામતીના પગલાં ભર્યા છે.જેમાં ભારે વાહનો ખાડામાં ન ફસાઈ તે માટે રોડ પર આડશો મૂકીને પ્રવેશ બંધ કરી દીધો છે. મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી ગટર ઉભરાઈ રહી છે અને ગટરના ગંદા પાણી આ વિસાતરમાં નદીના વહેંણની માફક ફરી વળ્યાં છે. થોડા દિવસો પહેલા પડેલા ભારે વરસાદ અને ગટરના સતત ગંદા પાણી ભરાઈ રહેતા મહેન્દ્રપરાના રોડ પર મસમોટા ખાડાઓ પડી ગયા હતા.આથી થોડા દિવસો પહેલા આ ખાડાઓમાં બે લાંબા રૂટની એસટી બસ ફસાઈ ગઈ હતી.જોકે સદભાગ્યે જાનહાની થઈ ન હતી.પણ આ ખાડા જોખમી બની ગયા હોવા છતાં તંત્ની ઊંઘ ન ઉડતા અંતે સ્થાનિક લોકોએ આ ખાડાઓ પાસે સલામતીની આડશો મૂકી દીધી હતી.ભારે વાહન ખાડામાં ન ફસાઈ તે માટે માત્ર બાઇક નીકળે એટલી જ જગ્યા રાખીને બકીનો રસ્તો બેરીકેડેડ મૂકીને બંધ કરી દીધો છે.ત્યારે હવે તંત્ર જાગશે કે કેમ ? અને લોકોએ સાવચેતીના પગલાં લીધા બાદ યોગ્ય કામગીરી કરવા માટે તંત્રને શરમ આવશે કે કેમ ? તેવો અણીયારો સવાલ ઉઠ્યો છે.