તંત્રને આ અંગેની રજૂઆતો કરવા છતાં ઉકેલ ન આવતા અંતે લડતના માર્ગ પરમોરબી અપડેટ: મોરબી મહાનગરપાલિકામાં સમાવિષ્ટ માળિયા-વનાળિયા વિસ્તારમાં આવતા રામદેવનગર, શક્તિ સોસાયટી, ઉમિયાનગર, ભીલનગર અને કૃષ્ણનગર સહિતના વિવિધ વિસ્તારોમાં છેલ્લા 46 વર્ષથી વસવાટ કરતા પરિવારોના મકાન અને મિલકતની રી-આકારણી ન થવાના વિરોધમાં સ્થાનિકોએ મોરબી જિલ્લા કલેક્ટર કચેરીમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આમરણ ઉપવાસ શરૂ કર્યા છે.સામાજિક કાર્યકર રામજી જેઠાભાઈ ચાવડા દ્વારા કલેક્ટર અને મુખ્યમંત્રીને લેખિતમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યા અનુસાર, 1979 ના મચ્છુ ડેમ હોનારત બાદ સરકાર દ્વારા ન્યુ માળિયા સોસાયટી, વનાળિયા સોસાયટી અને અન્ય અનુસૂચિત જાતિ વિસ્તારોમાં ગરીબ પરિવારોને મકાન ફાળવવામાં આવ્યા હતા. ત્યારબાદ આ મકાનોની મિલકતની રી-આકારણી, માપણી કરી વેરો સ્વીકારવા, મકાનોને રેગ્યુલરાઈઝ કરવા, હદ સીમાંકન અને દસ્તાવેજ કરી આપવા અંગે વર્ષોથી માંગ ઉઠી રહી છે.પાલિકાના વોર્ડ નં. 4 માં આવતા આ વિસ્તારોના મકાનોની હજુ સુધી કોઈ આકારણી ન થતાં અને વેરો ન સ્વીકારાતા સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા લેખિત ભલામણ કરવા છતાં, સંબંધિત અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેવો આક્ષેપ અરજદાર દ્વારા કરવામાં આવ્યો છે. વધુમાં, આ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ, સીસીટીવી કેમેરાની વ્યવસ્થા, તેમજ એક જ મીટર પર અનેક પરિવારો રહેતા હોવાથી અલગ લાઈટ કનેક્શન આપવાની માંગ પણ ઉઠાવવામાં આવી છે. વારંવાર લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ ધ્યાન ન આપવામાં આવતા, આખરે સ્થાનિકોએ ન્યાય માટે ઉપવાસ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MaliyaVanaliya #PropertyAssessment #HungerStrike #MorbiCollectorOffice #JusticeDemanded