મોરબી : મોરબીના રણછોડનગર-2 વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી પાણી ન મળતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. અહીં પાણીના અભાવે લોકોને રોજબરોજ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોરબીમાં નિધિ પાર્ક પાસે આવેલ રણછોડનગર-2માં 10 દિવસથી પાણી વિતરણ ન થતું હોવાની સ્થાનિકોએ રાવ કરી છે. ત્યાં રહેતા આશીફભાઈ નામના યુવાને જણાવ્યું કે સ્થાનિકોએ પોતાની રીતે ફોલ્ટ શોધવાનો પ્રયત્ન પણ કર્યો છે. જેમાં લીલાપર જવાના રોડ પાસે લાઇન તૂટી ગઈ હોવાનું ધ્યાને આવ્યું છે. તેના લીધે અહીં પાણી ન આવતું હોવાની શકયતા સેવાઇ રહી છે.