સ્થાનિકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને તેમના વિસ્તારની સમસ્યા ઉકેલવાની માંગ કરી મોરબી : મોરબીની શાંતિવન સોસાયટીમાં ઉભરાતી ગટર અને બિસ્માર રસ્તાથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે. આથી, સ્થાનિકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને તેમના વિસ્તારની સમસ્યા ઉકેલવાની માંગ કરી છે. મોરબીના ગોર ખીજડિયા રોડ ઉપર રણછોડનગરની સામે વિજયનગરની બાજુમાં આવેલ શાંતિવન સોસાયટીમાં ભૂગર્ભ ગટર ચોકઅપ હોવાને કારણે હાલ ચોમાસાની આખી સિઝન દરમિયાન આ સોસાયટી પાણીમાં ગરકાવ રહી છે. આ સોસાયટી તેમજ પ્રાથમિક શાળા પાસે ભૂગર્ભ ગટરની સાથે વરસાદના પાણી ભરાયેલા હોવાથી માખી મચ્છરોનો ભારે ઉપદ્રવ થયો છે. આથી, આ ગંદકીના કારણે આ સોસાયટીમાં રોગચાળા ફાટી નીકળે તેવી દહેશત છે. આ સોસાયટીમાં ગંદા પાણી ભરાવવાની સાથે ઉબડ-ખાબડ રસ્તાઓથી પાણી સ્થાનિકો ભારે ત્રસ્ત છે. બિસમાર રસ્તાઓને કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી છે. છેલ્લા 30 વર્ષથી આ સ્થિતિમાં સુધારો ન આવતા અંતે સ્થાનિકોએ આજે કલેકટરને રજુઆત કરીને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.