મોરબી અપડેટમાં અહેવાલ પ્રસિદ્ધ થતા કોર્પોરેટરોએ યુદ્ધના ધોરણે કામ શરૂ કરાવ્યુંમોરબી : મોરબી શહેરમાં ચોમાસાની સિઝનમાં અનેક વિસ્તારોમાં રોડ રસ્તાની બિસ્માર હાલત અને પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે. મોરબીના વોર્ડ નં. 9 માં આવેલ કન્યા છાત્રાલય રોડ પર સરદારનગર 1 અને 2 સોસાયટી પાસે છેલ્લા કેટલાક દિવસોથી ગારા-કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું હતું. જેના કારણે સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા. આ મામલે મોરબી અપડેટમાં અહેવાલ પ્રસિદ્ધ થતા કોર્પોરેટરોએ યુદ્ધના ધોરણે કપચી નાખવાનું કામ શરૂ કરાવ્યું છે.આ માર્ગ પરથી દરરોજ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને લોકો પસાર થાય છે. ખાસ કરીને રાધેક્રિષ્ના સ્કૂલ પાસે માર્ગ પર ઘૂંટણ સમાણા પાણી ભરાઈ ગયા હતા. આ પરિસ્થિતિને કારણે પોતાના બાળકોને સ્કૂલે મુકવા જતી અનેક મહિલાઓને દરરોજ પારાવાર મુશ્કેલી પડી રહી હતી. આ ઉપરાંત, આ માર્ગથી લઈને બાયપાસ સુધીનો આખો રોડ કાદવ-કીચડવાળો બની ગયો હોવાથી વાહનચાલકો અને રાહદારીઓ પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા.આખરે આજે મહાપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. લોકમાંગને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ માર્ગ પરથી કાદવ-કીચડ દૂર કરવા અને રાહદારીઓને પડતી મુશ્કેલીનો અંત લાવવા માટે તાત્કાલિક ધોરણે રસ્તા પર કપચી નાખવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. માર્ગ પર કપચી પથરાવાની શરૂઆત થતાં વિદ્યાર્થીઓ, વાહનચાલકો અને સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.#Morbi #MorbiUpdate #MorbiNews #WardNo9 #Sardarnagar #CivicIssues #PublicProblem #MorbiCity #RoadRepair #MorbiMunicipalCorporation