સ્થાનિકોએ મનોજ પનારાને બોલાવ્યા, તેઓએ શખ્સને પોલીસને હવાલે કર્યોમોરબીમાં પીધેલી હાલતમાં ફ્લેટમાં ઘુસેલા શખ્સને સ્થાનિકોએ મેથીપાક ચખાડ્યોસ્થાનિકોએ મનોજ પનારાને બોલાવ્યા, તેઓએ શખ્સને પોલીસને હવાલે કર્યોમોરબી : મોરબીના રવાપર રોડ ઉપર એક શખ્સ પીધેલી હાલતમાં એક ફ્લેટમાં ઘુસી જતા સ્થાનીક લોકોએ તેને મેથીપાક ચખાડ્યો હોવાની ઘટના સામે આવી છે. ત્યારબાદ આ શખ્સને પોલીસ હવાલે પણ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રવાપર રોડ ઉપર આવેલી એક સોસાયટીના ફ્લેટમાં ગત મોડી રાત્રીના સમયે લક્કીરાજસિંહ ગોહિલ નામનો એક શખ્સ દારૂ પીધેલી હાલતમાં ઘુસી ગયો હતો. જેથી આ શખ્સને સ્થાનિક મહિલા તેમજ યુવાનોએ મેથીપાક આપ્યો હતો. બાદમાં આ મામલે મનોજભાઈ પનારાને જાણ કરવામાં આવતા તેઓ પણ સોસાયટી ખાતે દોડી ગયા હતા. તેઓએ પોલીસને જાણ કરી આ શખ્સને પોલીસ હવાલે કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગે એ ડિવિઝન પીઆઇ રાકેશ પટેલે જણાવ્યું કે આ મામલે જાણ થતાં શખ્સને પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. બાદમાં દારૂ પીધેલાનો કેસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.