વૃક્ષારોપણ અને વૃક્ષોની જાળવણીની જવાબદારી લેવા સ્થાનિકો તૈયાર : રોડના કામ પૂર્વે જ અન્ડરગ્રાઉન્ડ કામગીરી અને દબાણો હટાવવા પણ રજુઆત મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા હાલમાં રવાપર રોડનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ વિકાસના કામ બદલ રવાપર રોડના સ્થાનિકોએ મહાનગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો છે. આ સાથે જ સ્થાનિક રહેવાસીઓ દ્વારા ભવિષ્યની સુવિધાઓ અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને તંત્ર સમક્ષ 3 મુખ્ય સૂચનો કરવામાં આવ્યા છે.વૃક્ષારોપણ માટે અગાઉથી જગ્યા છોડવાની માંગસ્થાનિકોની માંગ છે કે આ વિસ્તાર વધુ સુંદર અને હરિયાળો બને તે હેતુથી હાલ જ્યારે રોડનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, ત્યારે જ નવજીવન સ્કૂલથી લઈને રવાપર ચોકડી સુધી રોડની બંને બાજુ વૃક્ષારોપણ માટે યોગ્ય આયોજન કરવામાં આવે. રોડના કિનારે અંદાજે 10 થી 20 ફૂટના અંતરે વૃક્ષો વાવવા માટે જરૂરી જગ્યાઓ અગાઉથી જ રાખવામાં આવે, જેથી ભવિષ્યમાં વૃક્ષારોપણ માટે રોડ કે ફૂટપાથ તોડવાની જરૂરિયાત ન રહે. વિશેષ વાત એ છે કે, સ્થાનિક રહેવાસીઓ અને સામાજિક કાર્યકરોએ સ્વયં વૃક્ષારોપણ અને તેની જાળવણીની સંપૂર્ણ જવાબદારી નિભાવવાની તૈયારી દર્શાવી છે. આ પહેલથી પર્યાવરણનું સંરક્ષણ થશે અને નાગરિકોને શુદ્ધ વાતાવરણ મળશે.અંડરગ્રાઉન્ડ કામગીરી પૂર્ણ કરવા માંગરહેવાસીઓએ બીજી માંગમાં જણાવ્યું છે કે રોડની નીચેથી નીકળતી તમામ પ્રકારની સુવિધાઓને (જેવી કે પાણીની પાઇપલાઇન, ગટર વ્યવસ્થા, કેબલ વગેરે) લગતા અંડરગ્રાઉન્ડ કામો પહેલેથી જ પૂર્ણ કરી લેવામાં આવે. આમ કરવાથી નવા બનેલા રોડને ભવિષ્યમાં ફરીથી તોડવો નહીં પડે અને લોકોના ટેક્સના પૈસાનો સદુપયોગ થશે.ગેરકાયદેસર દબાણો દૂર કરવા રજૂઆતટ્રાફિક સમસ્યા નિવારવા અને રોડનો પૂરેપૂરો લાભ લોકોને મળે તે માટે રોડ પરના તમામ ગેરકાયદેસર દબાણો સત્વરે દૂર કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. આ ત્રણેય મુદ્દે મહાનગરપાલિકા સકારાત્મક અભિગમ અપનાવી જરૂરી કાર્યવાહી કરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.#Morbi #MorbiUpdate #RavaparRoad #MorbiMahanagarpalika #GreenMorbi #RoadDevelopment #EnvironmentProtection #GujaratNews