હલકી ગુણવત્તાના નાના બમ્પ ગણતરીના દિવસોમાં જ તૂટી ગયા, હવે જ્યાં સુધી બમ્પ બનાવવાનું કામ શરૂ નહી થાય ત્યાં સુધી ચક્કાજામ નહિ હટાવવાનું સ્થાનિકોનું એલાન : પોલીસ ઘટના સ્થળેમોરબી : મોરબીના શનાળા નજીક હાઈવે પર યોગ્ય સ્પીડ બ્રેકર મૂકવાની માંગ સાથે આજે સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકોએ એકત્રિત થઈને રાજપર ચોકડી પાસે ચક્કાજામ કરી દેતા વાહનવ્યવહાર ખોરવાયો છે અને હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છેઅગાઉ તંત્ર દ્વારા શનાળા પાસે હાઈવે પર બમ્પ બનાવવામાં આવ્યા હતા, પરંતુ તે ખૂબ મોટા હોવાથી અવારનવાર ટ્રાફિક જામની સ્થિતિ ઉદભવતી હતી. આ સમસ્યાના નિવારણ માટે તંત્ર દ્વારા તે મોટા બમ્પ હટાવીને તાજેતરમાં જ નાના બમ્પ નાખવામાં આવ્યા હતા. જોકે, સ્થાનિકોના આક્ષેપ મુજબ આ નવા બમ્પની ગુણવત્તા અત્યંત હલકી હોવાથી તે ગણતરીના દિવસોમાં જ તૂટી ગયા હતા. જેના કારણે ફરી જોખમ ઉભું થતા આખરે સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો હતો.રસ્તા રોકો આંદોલનના પગલે બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ચક્કાજામ અને ટ્રાફિક જામની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલ સ્થળ પર પહોંચેલા પોલીસ અધિકારીઓ દ્વારા વિરોધ કરી રહેલા સ્થાનિકોને સમજાવી મામલો થાળે પાડવાના અને રસ્તો ખુલ્લો કરાવીને ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરવાના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જો કે સ્થાનિકોએ જ્યાં સુધી બમ્પની કામગીરી શરૂ કરવામાં નહિ આવે ત્યાં સુધી ચક્કાજામ હટાવવામાં નહિ આવે તેવું એલાન આપ્યું છે.#MorbiUpdate #MorbiNews #Morbi #Chakkajam #TrafficJam #RajparChowkdi #Shanala #HighwayNews #GujaratNews