મોરબી : મોરબીના ગ્રીન ચોક પાસે કંસારા શેરીની અંદર મોટી હનુમાન ડેરી શેરીમાં ઉભરાતી ભૂગર્ભ ગટરથી સ્થાનિકોને હાલાકી પડી રહી છે. છેલ્લા ઘણા સમયથી અહીં ભૂગર્ભ ગટરના ગંદા પાણી ખદબદી રહ્યા છે. આ વિસ્તારમાં 50 જેટલા જેટલા પરિવારો રહે છે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ મામલે મહાપાલિકા દ્વારા તાકીદે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.