રોડ ઉપર ગંદા પાણીની નદીઓ વહી, પાલિકા તાકીદે કામગીરી કરે તેવી માંગમોરબી : મોરબીના રામ ચોક પાસે ઉભરાતી ગટરથી સ્થાનિકો ત્રસ્ત થઈ ગયા છે. અહીં ગંદા પાણીની નદીઓ વહી રહી હોય, નગરપાલિકા દ્વારા વહેલી તકે કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. મોરબીના રામ ચોક પાસે ભૂગર્ભ ગટર છેલ્લા ઘણા દિવસોથી ઉભરાઈ રહી છે. આ ગટરમાંથી નીકળતા ગંદા પાણી રોડ ઉપર વહી રહ્યા છે. જેને કારણે લોકોને અહીંથી ચાલવામાં પણ તકલીફ પડી રહી છે. ઉપરાંત સમગ્ર વિસ્તારમાં ભારે દુર્ગંધ પણ ફેલાઇ છે. હાલ આ સમસ્યાને કારણે અહીંથી પસાર થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે નગરપાલિકા દ્વારા તાકીદે અહીં ભૂગર્ભ ગટરનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.