મોરબી : મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રસિંહજી હોસ્પિટલ વાળા રોડ ઉપર ભૂગર્ભ ગટરનું પાણી ઉભરાઈને રોડ ઉપર આવે છે જેના કારણે આસપાસના દુકાનદારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દુકાનદારો દ્વારા રોષ વ્યકત કરતા જણાવવામાં આવી રહ્યું છે કે, મોરબી મહાનગર પાલિકા વેપારીઓના ઓટલા અને છાપરાના દબાણો દૂર કરાવે છે. અને જ્યારે ભૂગર્ભ ગટરના પાણી છલકાઈને રોડ ઉપર આવે છે જેનાથી દુકાનદારોને તકલીફ પડે છે એમાં તંત્ર ધ્યાન દેતું નથી. દબાણો દૂર કરવા વન વીક વન રોડ ઝુંબેશ ચલાવે છે. ત્યારે તંત્રએ વન વીક વન રોડના પ્રોગ્રામમાં ભૂગર્ભ ગટર સાફ કરવાનો પણ પ્રોગ્રામ ચલાવવો જોઈએ તેવી માંગ છે.